If your web browser doesn't support UTF8 format you will not be able to see this page.

                       If you can't see this page please Click Here.

                       If you want to see this page by downloading fonts Click Here

                                            આરતી - Aaratee

                                       *********

                               હરિ :   

 

  શરણચરણ લેજો, પ્રભુ શરણચરણ લેજો;

પતિત ઉગારી લેજો, (2) કર ગ્રહી ઉર લેજો       ..... શરણ.....

 

મન વાણીના ભાવો, કર્મ વિષે ઊતરો, પ્રભુ (2)

મન, વાણીને દિલને, (2) કૃપાથી એક કરો        ..... શરણ.....

 

 સર્વ મળેલાં સાથે; દિલ સદ્ભાવ ઊગો, પ્રભુ (2)

 છો અપમાન થયાં હો, (2) ત્યાંયે ભાવ બઢો      ..... શરણ.....

 

 નિમ્ન પ્રકારની વૃત્તિ, ઊર્ધ્વગમન કરવા, પ્રભુ (2)

પ્રભુકૃપાથી મથાજો, (2) ચરણ શરણ ગ્રહવા      ..... શરણ.....

     

મનના સકલ વિકારો, પ્રાણ તણી વૃત્તિ, પ્રભુ (2)

બુદ્ધિ તણી સૌ શંકા, (2) ચરણકમળ ગળજો        ..... શરણ.....

 

જેવા હોઇએ પ્રભુ, તેવા દેખાવા, પ્રભુ (2)

મતિ મુજ ખુલ્લી કરજો, (2) સ્પષ્ટ પરખાવા   ..... શરણ.....

     

 દિલમાં કંઇક ભર્યું હો, તે થકી બીજું ઊલટું, પ્રભુ (2)

કદી પણ મુજથી બનજો, (2) એવી મતિ દેજો   ..... શરણ.....

 

જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ (2)

ગુણ ને ભાવની ભક્તિ, (2) દિલ મુજ સંચરજો     ..... શરણ.....

 

મન, મતિ, પ્રાણ પ્રભુ તુજ ભાવ મહીં ગળજો, પ્રભુ (2)

દિલમાં તુજ ભક્તિની, (2) છોળો ઊછળજો         ..... શરણ.....

                                                

                                         - હરિ :