To see this page in pdf format please Click Here.

If you want to see this page by downloading fonts Click Here

 

                                                                સાધનામર્મ

1. મુખથી કે મનમાં જાગૃતપણે જપ; સાથે સાથે હૃદયપ્રદેશે ધ્યાન તથા ચેતનાના ચિંતવનસહ ભાવાત્મક ભાવનું રટણ.

2. પ્રત્યેક પળે સતત સમર્પણ : સારું તેમ નરસું - બન્નેનું

3. સાક્ષીભાવ, જાગૃતિ; વિચારોની સાંકળ જોડો

4.બને તેટલું વધુ વાચિક અને માનસિક મૌન રાખો, કેળવો અને ખૂબખૂબ શરણભાવ જીવનમાં ચેતનાપૂર્વકની જાગૃતિથી કેળવ્યા કરો.

5. "આગ્રહો" - પ્રભુચિંતવન સિવાયના સર્વ આગ્રહો છોડો.

6. ખૂબ ભાવપૂર્વ હૃદયસ્થ રહીને આર્દ્ર ને આર્તભાવથી પ્રાર્થના કરો; ભગવાનને સર્વ સુખદુ: જણાવતા રહો; તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢો સંબંધ બાંધો; મનમાં કશુંએ ઘોળાવા દો. ખાલી રહો.

7. આવી પડતાં કામો પ્રભુનાં સમજો; જરાએ કચવાટ વિના ખૂબ પ્રેમ પૂર્વક તે કરો. પ્રત્યેક પ્રસંગ બનાવ આપણા કલ્યાણ અર્થે   છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના વિકાસાર્થે થવી ઘટે. પ્રત્યેક પ્રસંગ પાછળ પ્રભુનો ગૂઢ, શુભ સંકેત રહેલો છે.

8. આત્મલક્ષી - અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી જોઇને જાતને સંડોવવા દો નહિ

9. પર (પારકાની) સેવા પ્રભુની સેવા સમજો; સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે. રામે આપ્યું છે ને રામને દઇએ છીએ, ત્યાં મારૂં મારૂં ક્યાં રહ્યું? તારું જગતમાં છે શું

10. પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વાતચીત, વ્યવહાર આપણા ધ્યેયને વેગ આપે એવા ખાસ હેતુસર, હેતુનું લક્ષ જીવતું રાખીને કરવાં વાંચતી-લખતી વખતે. ને પ્રત્યેક કર્મ કરતી પળે ભાવની સ્મરણ ધારણાનો ભ્યા કેળવ્યા કરો.

11. વૃત્તિનું મૂળ શોધો, તેનું પૃથક્કરણ કરો. તેમાં ભેળવાયા વિના તેને તટસ્થતાપૂર્વક ને સ્વસ્થતાપૂર્વક નિહાળો.

12. પ્રભુની પ્રત્યે  કળ, સૌંદર્ય, રમ્યતા, વિશુદ્ધતા આદિ પ્રસાદીઓમાં રહેલા ભાવનું, તેને તેને અનુરૂપ ભાવનું, આપણામાં ત્યારે અવતરણ થવા પ્રાર્થના કરવી.

13. ઊર્મિ, આવેશ અને લાગણીને એમને એમ વહી જવા દો; તેમ તેમાં ભેળવાઇ પણ જાઓ. તેનો સાધનામાં ઉપયોગ કરો; તાટસ્થ્ય કેળવો.

14. જમતી વખતે અને પાણી પીતી વખતે જીવનમાં ચેતનશક્તિના અવતરણ- ભાવની પ્રાર્થના કરવી; શૌચ, પેશાબ આદિ ક્રિયાઓ સમયે વિકારો, નબળાઇઓ ઇત્યાદિના વિસર્જંનભાવની પ્રાર્થના કરવી

15. સ્થુળનો ખ્યાલ ત્યજીને સૂક્ષ્મતત્વને નજર સામે રાખો. વૃત્તિની શુદ્ધિ કરો.

16. પ્રભુ સચરાચર છે. આત્મવત સર્વભૂતેષુ ની ભાવના કેળવો.

17. પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુની ઊજળી બાજુ જુઓ. કોઇનાય કાજી થાઓ; કશાય ઉપર ઝટ અભિપ્રાય આપો; વાદવિવાદ ના કરો; પોતાનો આગ્રહ  રાખો; બીજાઓમાં શુભ હેતુઓનું આરોપણ કરો; માનસિક અને સાર્વત્રિક ઉદારતા જીવનમાં પ્રગટાવો; ખૂબ પ્રેમભાવ કેળવો; પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે તે લક્ષમાં રાખીને પ્રકૃતિવશ થતાં કર્મોની ઉપરવટ વર્તો; ફળની આસક્તિ છોડો; પોતાને થતા અન્યાયો - આવી પડતાં દુ:ખો આદિનું મૂળ પોતાનામાંજ છે એમ દ્રઢાવો; ગુરૂમાં પ્રેમભક્તિભાવ દ્રઢતર કર્યા કરો; તાટસ્થ્ય, સમતા અને સમર્પણનો ત્રિવેણીસંગમ ઉદ્ભવાવો; સદાય પ્રસન્નતા પ્રવર્તાવો; કૃપા અને પુરુષાર્થના યુગલને જીવનમાં ઉતારો; પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો; મન નિ:સ્પંદ કરો; રાગદ્વેષ નિર્મૂળ કરવાની જાગૃતિ રાખો; થયેલા આધ્યાત્મિક અનુભવો પ્રત્યક્ષ રોજિંદા વ્યવહારમાં જીવતા કરો; ક્યાંયે કશામાંથી ભાગવાનું ના હોય; યદ્રચ્છા જે આવી મળે તે પ્રભુપ્રસાદી ગણીને તેને વધાવી લો. ક્યાંય કોઇની સરખામણી ના કરો. અનુકુળ પ્રતિકૂળ પરિસ્થિતિ મનની ભ્રમણા છે; જીવનસાધના સારુ સર્વ કંઇ સાનુકૂળ હોય છે; પ્રભુમય- તેના મૂક યંત્ર - થવાની બસ એક ઉત્તેજના હવે જીવનમાં રાખો.

18. કર્મમાં, કર્મનું મહત્વ નથી, પરંતુ જીવનના ભાવનું સતત એક્ધારું, જીવતું ચિંતવન રહ્યા કરે સવિશેષપણે મહત્વનું છે. તેવો જીવતો અભ્યાસ કર્મ કરતી પળે કેળવવો.

                                                              -શ્રીમોટ